મહેશભાઈને એકેય દીકરી નથી છતાં અત્યાર સુધી પિતા વિહોણી 2700 દીકરીઓનું કર્યું કન્યાદાન, હવે 270 દીકરીઓને સાસરે વળાવશે

આપણે ત્યાં ઘણા એવા લોકો છે કે જે પોતાની પાસે પૈસા હોવાનો સારો ઉપયોગ કરે છે, તેઓ સમાજને ઉપયોગી થાય એવું કામ કરતા રહે છે. આવા જ એક વ્યક્તિ એટલે સુરતના ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી, વર્ષ 2012થી દર વર્ષે પિતા વગરની જરૂરિયાતમંદ દીકરીઓના લગ્ન કરાવતા હોય છે. ત્યારે આ વર્ષે પણ મહેશભાઈ સવાણીએ આઠમી વાર જરૂરિયાતમંદ દીકરીઓ માટે આઠમા લગ્નોત્સવનું આયોજન કર્યું છે. આ વર્ષે આ લગ્નોત્સવમાં કિરણ જેમ્સનો લખાણી પરિવાર પણ સહભાગી થયો છે.

આ વર્ષે આયોજિત કરનાર લગ્નોત્સવનું નામ ‘પાનેતર’ આપવામાં આવ્યું છે. આ લગ્નોત્સવ સુરતમાં પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ કેમ્પસમાં બે દિવસ યોજાશે. જે 21 અને 22 ડિસેમ્બર 2019 ના રોજ આયોજિત કરવામાં આવ્યા છે, જેમાં 275થી વધુ દીકરીઓ પરણશે. પહેલા દિવસે 21 ડિસેમ્બરે 135 દીકરીઓ અને બીજા દિવસે 22 ડિસેમ્બરે 135 દીકરીઓ લગ્નગ્રંથિથી જોડાશે. મહેશ સવાણીના દીકરા મોહિતની સગાઈ આ જ લગ્નોત્સવમાં કરવામાં આવશે.

By SmartBlog

A community of enthusiastic bloggers who are popularly known as “SmartBlogers”!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *