આ ટીચરએ પ્રાથમિક સરકારી સ્કુલને એવી સ્માર્ટ બનાવી દીધી એડમીશન માટે લાગે છે લાંબી લાઈનો, વાંચો લેખ

આપણે ત્યાં સરકારી પ્રાથમિક શાળાઓની હાલત જે છે એ કોઈનાથી છુપાયેલી નથી. ભણતરથી લઈને સફાઈ સુધીની ફરિયાદો ઘણીવાર સાંભળવા મળતી હોય છે. ત્યારે માતાપિતા પણ પોતાના બાળકોને સરકારી શાળામાં ભણવા મોકલવાનું પસંદ નથી કરતા. જો થોડા પણ સધ્ધર હોય તો તેઓ પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં ભણવા મૂકે છે. પરંતુ આ બધા જ વચ્ચે ઉત્તરપ્રદેશના મેરઠ જિલ્લાના રજપુરા ગામની સરકારી પ્રાથમિક શાળા કઈંક જુદું જ ઉદાહરણ પૂરું પાડે છે. આ શાળાની શિક્ષિકા પુષ્પા યાદવે લોકોની આ ધારણાને બદલી નાખી છે કે બાળકોને ખાનગી શાળામાં મોકલવા જોઈએ. શાળાની સફાઈ અને અભ્યાસની વ્યવસ્થાને કારણે પુષ્પા યાદવને શ્રેષ્ઠ શિક્ષિકાનો પુરસ્કાર પણ મળ્યો છે.

રજપુરા ગામની સરકારી પ્રાથમિક શાળા સરકારી હોવા છતાં આ વિસ્તારની ખાનગી શાળાઓને માત આપે છે. જેના પાછળ શિક્ષિકા પુષ્પા યાદવનો મોટો ફાળો રહ્યો છે. આ શાળા બીજી સરકારી શાળાઓ કરતા જુદી જ છે. અહીં બાળકો જમીન પર નથી બેસતા, ફર્નિચર છે ટાઇલ્સ લાગેલી છે, દીવાલો પર પેઈન્ટિંગ્સ છે, દિવ્યાંગ બાળકો માટે ખાસ વ્યવસ્થા છે, સમર કેમ્પ થાય છે, લાયબ્રેરી છે, હેલ્થ કેમ્પ થાય છે. અને કદાચ આ ઉત્તરપ્રદેશની પહેલી સરકારી શાળા છે કે જ્યા એલઈડી ટીવી દ્વારા સ્માર્ટ ક્લાસીસ લેવામાં આવે છે. અહીં બાળકો માટે વિવિધ પ્રવૃતિઓનું આયોજન પણ કરવામાં આવે છે. જેના કારણે અહીંના લોકો બાળકોને ખાનગી શાળામાંથી કાઢીને આ સરકારી શાળામાં મોકલી રહયા છે.

સરકારે કેટલીક શાળાઓને મોડલ સ્કૂલ બનાવવાની પહેલ શરુ કરી હતી. પરંતુ આ શાળાઓમાં રજપુરા ગામની સરકારી પ્રાથમિક શાળાનું નામ ન હતું, તેમ છતાં આજે આ શાળા સ્માર્ટ શાળા બની ચુકી છે. આ શાળામાં હાલ 156 બાળકો અભ્યાસ કરી રહયા છે. આ શાળાની હાલત પણ બીજી શાળાઓ જેવી જ હતી. પરંતુ હવે તસ્વીર બદલાઈ ચુકી છે. વર્ષ 2013માં શાળાની હાલત ખૂબ જ ખરાબ હતી, અંદર ઢોર બાંધીને રાખવામાં આવતા હતા. શાળાની ચાર દીવાલો પણ ન હતી. જયારે પુષ્પા યાદવની પોસ્ટિંગ અહીં થઇ એ પછી તેમને આ હાલત જોઈને શાળાને બદલવાની નિર્ણય કર્યો. તેમને શિક્ષણ વિભાગને અનુરોધ કરીને શાળાની દીવાલો બનાવડાવી અને પછી બીજી કોશિશો જાતે જ કરવા લાગી.

By SmartBlog

A community of enthusiastic bloggers who are popularly known as “SmartBlogers”!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *